મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ભાવનગરના સિહોરમાં ગાંજા અને અફીણની ખેતી ઝડપાઈ, પોલીસે બે શખ્સો સહિત 1100 કિલો જથ્થો ઝડપ્યો

ભાવનગર જિલ્લામાં પોલીસે મોટી કાર્યવાહી કરી છે. મળતા અહેવાલ પ્રમાણે સિહોર પોલીસે વાડ

ભાવનગર જિલ્લામાં પોલીસે મોટી કાર્યવાહી કરી છે. મળતા અહેવાલ પ્રમાણે  સિહોર પોલીસે વાડી વિસ્તારમાં દરોડા પાડી લીલા ગાંજા અને અફીણના મસમોટા વાવેતરનો પર્દાફાશ કર્યો છે. આ દરોડા દરમિયાન અંદાજે ૧૧૦૦ કિલો નશીલા પદાર્થોનો જથ્થો મળી આવ્યો છે, જેની બજાર કિંમત સાડા દસ કરોડ રૂપિયા આંકવામાં આવી રહી છે.

પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધ્યો

ગેરકાયદે નશાની  ખેતી કરનાર બંને ભાઈઓની પોલીસે ધરપકડ કરી છે. પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધ્યો અને નશાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. નશીલા દ્રવ્યોના આટલા મોટા જથ્થાના પર્દાફાશથી સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે.

આ સમાચાર શેર કરો