મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ભાવનગરના ચિત્રા GIDCમાં ટાયરની કંપનીમાં લાગી ભીષણ આગ

ભાવનગરના ચિત્રા GIDC વિસ્તારમાં ભીષણ આગની ઘટના સામે આવી છે.ચિત્રા GIDCમાં આવેલી જ

ભાવનગરના ચિત્રા GIDC વિસ્તારમાં ભીષણ આગની ઘટના સામે આવી છે.ચિત્રા GIDCમાં આવેલી જેકે ટાયર કંપનીમાં અચાનક આગ ફાટી નીકળી હતી, જેણે જોતજોતામાં બાજુમાં આવેલી અમૃત બેકરીને પણ લપેટમાં લીધી હતી. તો બીજી તરફ કયા કારણોસર આગ લાગી છે તેનું કારણ હજુ સુધી સામે આવ્યું નથી. 

પાંચથી વધુ ગાડીઓ સાથે ઘટનાસ્થળે પહોંચી ગયો

ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગનો કાફલો પાંચથી વધુ ગાડીઓ સાથે ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. હાલ ફાયર ફાઈટરો દ્વારા સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાના યુદ્ધના ધોરણે પ્રયાસો ચાલુ છે.

આ સમાચાર શેર કરો