VIDEO: BRTS જનમાર્ગના સંચાલની મોટી બેદરકારી, મુસાફરો ટિકિટ વગર પ્રવાસ કરવા મજબૂર
અમદાવાદ શહેરમાં BRTS જનમાર્ગના સંચાલનમાં મોટી બેદરકારી સામે આવી છે. આસ્ટોડિયા ચકલા સહિતના ૩ જેટલા સ્ટેશનો
અમદાવાદ શહેરમાં BRTS જનમાર્ગના સંચાલનમાં મોટી બેદરકારી સામે આવી છે. આસ્ટોડિયા ચકલા સહિતના ૩ જેટલા સ્ટેશનો પર ટિકિટિંગ સ્ટાફ ગેરહાજર જણાતા મુસાફરો ટિકિટ વગર પ્રવાસ કરવા મજબૂર બન્યા છે. એક જાગૃત નાગરિકે આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરતા તંત્રની પોલ ખુલી ગઈ છે.
૩ સ્ટેશનો પર ટિકિટિંગ સ્ટાફ ગેરહાજર
વર્ષ ૨૦૨૪ થી સમીર એમ શાહ એન્ડ એસોસિએટ્સ નામની એજન્સીને મેનપાવર પૂરો પાડવાની જવાબદારી સોંપવામાં આવી છે. જોકે, સ્ટાફની ગેરહાજરી છતાં એજન્સી પૂરેપૂરા નાણાં લેતી હોવાના ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે. આ મામલે BRTS મેનેજમેન્ટને ફરિયાદ કરવામાં આવી છે, જેને પગલે હવે એજન્સી વિરુદ્ધ આકરી દંડનીય કાર્યવાહી થવાની શક્યતા છે.




