VIDEO: રાજકોટના ગાંધીગ્રામમાં સ્થાનિકોનો ઉગ્ર રોષ, ચૂંટણીમાં પરિવર્તનની કરી માંગ
રાજકોટના વોર્ડ નંબર ૧ માં આવતા ગાંધીગ્રામ વિસ્તારમાં ગંદકીના સામ્રાજ્યને લઈને સ્થાનિક રહીશ
રાજકોટના વોર્ડ નંબર ૧ માં આવતા ગાંધીગ્રામ વિસ્તારમાં ગંદકીના સામ્રાજ્યને લઈને સ્થાનિક રહીશોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. છેલ્લા પાંચ વર્ષમાં સફાઈ કામગીરીમાં 'લોલમ લોલ' ચાલતી હોવાના આક્ષેપ સાથે પૂર્વ કોર્પોરેટરોની કામગીરી સામે જનતાએ સવાલો ઉઠાવ્યા છે.
આ વખતે પરિવર્તન લાવવાના સંકેત આપતો એક વીડિયો સોશિયલ મીડિયામાં
આ વખતે પરિવર્તન લાવવાના સંકેત આપતો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેમાં સ્થાનિકો કોંગ્રેસના ઉમેદવારો પાસે સફાઈને પ્રાથમિકતા આપવાની માંગ કરી રહ્યા છે. જનતાના રોષને જોતા આગામી ચૂંટણીમાં અહીં નવા-જૂની થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે.


