મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: Rajkot / ગેસ રીફિલિંગના કૌભાંડનો પર્દાફાશ, ડિલિવરી મેને જ પુરવઠા વિભાગ અને એજન્સીની મિલીભગત ખુલ્લી પાડી

ગુજરાતમાં જ્યારે એકતરફ ગેસ સિલિન્ડરની તીવ્ર અછત વર્તાઈ રહી છે, ત્યાર

ગુજરાતમાં જ્યારે એકતરફ ગેસ સિલિન્ડરની તીવ્ર અછત વર્તાઈ રહી છે, ત્યારે જેતપુરમાં ઘરેલું ગેસના સિલિન્ડરમાંથી કોમર્શિયલ સિલિન્ડરમાં રિફીલિંગ કરવાનું મોટું કૌભાંડ સામે આવ્યું છે. ચોંકાવનારી વાત એ છે કે, આ કૌભાંડનો પર્દાફાશ કરનાર બીજું કોઈ નહીં પણ એજન્સીનો જ ડિલિવરી મેન છે, જેણે હવે મામલતદાર કચેરીના અધિકારીઓ પર ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો કર્યા છે.

જેતપુરની 'સૌરાષ્ટ્ર ગેસ એજન્સી'માં ગ્રાહકોને અપાતા રાંધણગેસના સિલિન્ડરમાંથી ગેસ ચોરી કરીને કોમર્શિયલ સિલિન્ડરમાં ભરવામાં આવતો હતો. આ ગેરકાયદેસર રિફીલિંગનો વીડિયો એજન્સીના ડિલિવરી મેન રાજદીપસિંહ રાણાએ વાયરલ કર્યો છે. વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કઈ રીતે ગરીબ અને મધ્યમ વર્ગના હક્કનો ગેસ ચોરી કરીને તેને મોંઘા ભાવે કોમર્શિયલમાં વેચવાનું કૌભાંડ ચાલી રહ્યું હતું.

ડિલિવરી મેન રાજદીપસિંહના જણાવ્યા અનુસાર, તેણે આ કૌભાંડ અંગે પુરવઠા વિભાગના નાયબ મામલતદારને અગાઉ જાણ કરી હતી અને પુરાવા તરીકે વીડિયો પણ આપ્યા હતા. આક્ષેપ છે કે નાયબ મામલતદારે ચાલુ રિફીલિંગે ગોડાઉન પર રેડ પાડી હતી, પરંતુ કાયદેસરની કાર્યવાહી કરવાને બદલે 'મોટો વહીવટ' કરી મામલો થાળે પાડી દીધો હતો. આ રેડ ગોડાઉનના CCTVમાં કેદ ન થઈ જાય તે માટે એજન્સી સંચાલકે 4 માંથી 3 કેમેરા પણ હટાવી દીધા હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

આ મામલે આજે ડિલિવરી મેન રાજદીપસિંહે મામલતદાર પોતે પણ કૌભાંડમાં સામેલ હોવાના આક્ષેપ કર્યા છે. તેમજ આ મામલે  ડીએસઓ તપાસ કરે તેવી માંગ પણ કરી છે. 

આ સમાચાર શેર કરો