મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO : ખેડૂતોના ખાતામાં પાક ધિરાણનું વ્યાજ જમા કરાવવા સાંસદને પત્ર

અમરેલીના લાઠી તાલુકાના શાખપુર ગામના સરપંચ જશુભાઈ ખુમાણે ખેડૂતોના હિતમાં અમરેલી જિલ્લા

અમરેલીના લાઠી તાલુકાના શાખપુર ગામના સરપંચ જશુભાઈ ખુમાણે ખેડૂતોના હિતમાં અમરેલી જિલ્લાના સાંસદ ભરત સુતરીયાને એક મહત્વનો પત્ર લખ્યો છે. આ પત્ર દ્વારા સરપંચે વર્ષ 2024-25માં ખેડૂતો દ્વારા લેવામાં આવેલા પાક ધિરાણનું વ્યાજ વહેલી તકે તેમના ખાતામાં જમા કરાવવા રજૂઆત કરી છે. નિયમ મુજબ ખેડૂતોને પાક ધિરાણ પર કેન્દ્ર સરકાર 3% અને રાજ્ય સરકાર 4% વ્યાજ સહાય આપે છે, જે ખેડૂતોએ ચૂકવી દીધા બાદ પરત મળવાપાત્ર હોય છે. ચાલુ વર્ષે ચોમાસું ખેંચાવાને કારણે ખેડૂતો આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે, તેથી જો સરકારે વ્યાજની આ રકમ વહેલી તકે ખાતામાં જમા કરાવી દીધી હોત તો તે આ કપરા સમયે ખેડૂતોને બિયારણ અને ખેતીકામ માટે ખૂબ જ મદદરૂપ સાબિત થઈ શકે તેમ છે.

આ સમાચાર શેર કરો