VIDEO: લાઠીના દામનગરમાં ફરી ધોધમાર વરસાદ વરસતાં ભરાયા પાણી
અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના દામનગરમાં બે દિવસના વિરામ બાદ ફરી મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. દા

અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના દામનગરમાં બે દિવસના વિરામ બાદ ફરી મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. દામનગર શહેર તેમજ આસપાસના ગામોમાં ઘોઘમાર વરસાદ વરસતા અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. સતત વરસાદને કારણે ખેતરો પણ પાણીથી તરબોળ બન્યા છે, જેના કારણે ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. સારા વરસાદથી ખેતી માટે અનુકૂળ માહોલ સર્જાતા ધરતીપુત્રોમાં આનંદનો માહોલ છવાયો છે.



