VIDOE: ઉત્તરાખંડ: એક કાર અચાનક કાબૂ ગુમાવતાં ઊંડી ખીણમાં ખાબકી
સોર્સ : GSTV
ઉત્તરાખંડના તેહરી ગઢવાલ જિલ્લામાં ઋષિકેશ-ગંગોત્રી રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર દેવપ્રયાગ નજીક એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો છે, જેમાં એક કાર અચાનક કાબૂ ગુમાવતાં ઊંડી ખીણમાં ખાબકી હતી. આ દુર્ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ ની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને યુદ્ધના ધોરણે બચાવ કામગીરી શરૂ કરી હતી. ખીણ અત્યંત ઊંડી અને ભૌગોલિક સ્થિતિ પડકારજનક હોવા છતાં, બચાવકર્તાઓએ દોરડા અને આધુનિક સાધનોની મદદથી નીચે ઉતરીને કારમાં ફસાયેલા મુસાફરોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી. પ્રાથમિક માહિતી અનુસાર, આ અકસ્માતમાં કેટલાક લોકો ઈજાગ્રસ્ત થયા છે, જેમને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પહાડી વિસ્તારોમાં તીવ્ર વળાંક પર વાહન પરનો કાબૂ ગુમાવવાને કારણે આ અકસ્માત થયો હોવાની આશંકા સેવાઈ રહી છે.

