VIDEO: vidol: મોહન ભાગવતે રામ મંદિર દાન ચોરી મામલે મૌન તોડ્યું
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતે રામ મંદિરના દાન ચોરી મામલે મૌન તોડ્યું

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતે રામ મંદિરના દાન ચોરી મામલે મૌન તોડ્યું છે. નાગપુરમાં પત્રકારો સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું કે, સંઘના સરકાર્યવાહ દત્તાત્રેય હોસબાલેએ આ વિવાદ પર જે નિવેદન આપ્યું છે, તેઓ તેની સાથે સંપૂર્ણ સહમત છે. ભાગવતે ઉમેર્યું કે, હોસબાલેનું નિવેદન વાંચી લો, મારો અભિપ્રાય પણ એ જ છે. આ પહેલા શુક્રવારે દત્તાત્રેય હોસબાલેએ કહ્યું હતું કે અયોધ્યા રામ મંદિરમાં દાનની રકમ ચોરી થવાની ઘટનાથી રામ ભક્તો અને સમગ્ર હિન્દુ સમાજની આસ્થાને ઊંડો આઘાત લાગ્યો છે. તેમણે માગ કરી હતી કે, આ મામલામાં જે પણ વ્યક્તિ દોષિત સાબિત થાય તેને કડકમાં કડક સજા મળવી જોઈએ.



