મુખ્ય સામગ્રી પર જાઓ
વીડિયો

VIDEO:ANDARNI VAAT/ મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવનું કરોડોનું કથિત જમીન કૌંભાડ

મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ અને તેમનો પરિવાર ઉજ્જૈનમ

મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ અને તેમનો પરિવાર ઉજ્જૈનમાં મોટા પાયે આચરવામાં આવેલા કથિત જમીન કૌભાંડને કારણે વિવાદમાં ઘેરાયો છે. મુખ્યમંક્ષી મોહન યાદવ પર આરોપ છે કે તેણે મુખ્યમંત્રીની ખુરશી પર રહીને ઓફિસ ઓફ પ્રોફિટનો ભંગ કરી ઉજ્જૈનમાં કરોડોની જમીન ખરીદી છે. મોહન યાદવ મુખ્યમંત્રી હોવાના કારણે તેને ઉજ્જૈનના ભવિષ્યના ઇન્ફ્રસ્ટ્રક્ચર પ્રોજેક્ટની જાણ હતી. આ માહિતિનો ઉપોયોગ કરીને યાદવ અને તેના પરિવારે 167 એકર જમીન ખરીદી હતી. મોહન યાદવ અને તેના પરિવારનું કથિત કૌભાંડ સામે આવતા મધ્ય પ્રદેશના રાજકારણમાં ભુકંપ સર્જાયો છે. મધ્ય પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જીતુ પટવરીએ મુખ્યમંત્રી મોહન યાદવના રાજીનામાની માગ કરી છે. તેણે કહ્યું છે કે અયોદ્યામાં રામ ભૂમિ અને ઉજ્જૈનમાં મહાકાલની ભૂમિ પર કૌભાંડ આચરવામાં આવ્યું છે. કોંગ્રેસે મુખ્યમંત્રીના રાજીનામાની અને સુપ્રિમ કોર્ટના સીટીંગ જજ દ્વારા ન્યાયિક તપાસની ઉગ્ર માંગ કરી છે.

મોહન યાદવ આક્ષેપ છે કે મુખ્યમંત્રી હોવાના નાતે ઉજ્જૈનમાં સરકારના આગામી રોડ પ્રોજેક્ટ્સ, ન્યૂ ગ્રોથ ઝોન અને ઉજ્જૈન માસ્ટર પ્લાન ૨૦૩૫ની અગાઉથી સંવેદનશીલ સરકારી માહિતી ઉપલબ્ધ હતી. આ ઉપરાંત ઉજ્જૈનમાં ૨૦૨૮માં યોજાનાર સિંહસ્થ કુંભમેળાના પ્લાનિંગની વિગતો પણ તેમની પાસે હતી. આ સંવેદનશીલ માહિતી અને ભવિષ્યના પ્લાનને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી અને તેના પરિવારે ભવિષ્યના હાઈવે, બાયપાસ અને કુંભમેળાની કાયમી ઇન્ફાસ્ટ્રક્ચરની આજુ બાજુમાં રસ્તા દરે ખેતીલાયક જમીન ખરીદી લીધી હતી. યાદવના પરિવાર અને તેમની કંપનીઓ પાસે ઉજ્જૈનમાં કુલ ૩૩૫ એકર જમીન ખરીદી હતી. ડિસેમ્બર ૨૦૨૩માં મોહન યાદવે મુખ્યમંત્રી પદના શપથ લીધા બાદ ૧૬૮ એકર નવી જમીન ખરીદી હતી. જેની કિંમત ૪૫ કરોડ છે. ટોટલ જમીનમાંથી ૧૧૧ એકર જમીન બિલકુલ એવા લોકેશન પર આવેલી છે જ્યાંથી સરકારના મહત્વકાંક્ષી રોડ પ્રોજેક્ટ્સ પસાર થઈ રહ્યા છે. જેના નામે જમીન ખરીદી કરવામાં આવી છે તેમાં મુખ્યમંત્રીના પત્ની સીમા યાદવ, પુત્ર વૈભવ યાદવ, પુત્રવધૂ શાલીની યાદવ, ભાઈઓ નંદલાલ અને નારાયણ યાદવ, બહેન કલાવતી યાદવ, ભત્રીજો અભય યાદવ અને પિતરાઈ ભાઈઓ ગોવિંદ તથા નીલેશ યાદવના નામ સામેલ છે. કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે મુખ્યમંત્રીએ સત્તાનો દુર ઉપયોગ કરીને જમીન ખરીદી અને ત્યાર બાદ તેને ખેતીની જમીનમાંથી રહેણાંક વિસ્તાર અને કોમર્શિયલમાં હેતુ ફેર કરવામાં આવી હતી. આ રીતે યાદવ પરિવારે કરોડો રૂપિયાનું જમીન કૌંભાડ આચર્યું છે. કોંગ્રેસના આરોપ બાદ મુખ્યમંત્રી શું ખુલાસો આપે તેના પર નજર છે.

----- બ્યૂરો રિપોર્ટ, જીએસટીવી

આ સમાચાર શેર કરો