Video: કચ્છમાં સૌથી મોટા 'યક્ષ'ના મેળાના હાલ બેહાલ, સ્ટોલ થયા જમીન દોસ્ત
કચ્છના નખત્રાણા નજીક દર વર્ષે યોજાતા યક્ષના મોટા મેળા પર આ વર્ષે કુદરતનો કહેર વરસ્યો છે. ભ
કચ્છના નખત્રાણા નજીક દર વર્ષે યોજાતા યક્ષના મોટા મેળા પર આ વર્ષે કુદરતનો કહેર વરસ્યો છે. ભાદરવા માસના બીજા સોમવારે યોજાતા આ મેળાને મોડી રાત્રે ફુંકાયેલા ભારે પવન અને વરસાદના કારણે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. ભારે પવનના કારણે ખાણીપીણીના સ્ટોલો જમીનદોસ્ત થયા, જેના લીધે મેળાનું આયોજન ખોરવાઈ ગયું છે.
રેડ એલર્ટની ચેતવણીને ધ્યાનમાં રાખીને, આયોજકોએ યક્ષના મેળાને બે દિવસ માટે મુલતવી રાખવાનો નિર્ણય લીધો છે. આ ઘટનાએ સ્થાનિક વેપારીઓ અને મુલાકાતીઓમાં નિરાશા ફેલાવી છે.




