મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video/ મેઘરજમાં પતંગની દોરીએ વધુ એકનો જીવ જોખમમાં મૂક્યો: બાઈક સવાર આધેડના ગળાના ભાગે ગંભીર ઈજા

ઉત્તરાયણનો તહેવાર હજુ દૂર છે, પરંતુ તેના પૂર્વે જ આકાશમાં ઉડતી પતંગની કાતિલ દોરી

ઉત્તરાયણનો તહેવાર હજુ દૂર છે, પરંતુ તેના પૂર્વે જ આકાશમાં ઉડતી પતંગની કાતિલ દોરી નિર્દોષ લોકો માટે આફત બની રહી છે. અરવલ્લી જિલ્લાના મેઘરજ શહેરમાં પતંગની દોરી ગળામાં આવી જવાથી એક આધેડ ગંભીર રીતે ઘવાયા હોવાની ઘટના સામે આવી છે.

ગાયત્રી મંદિર નજીક બની ઘટના

મળતી માહિતી મુજબ, મેઘરજમાં રહેતા 55 વર્ષીય સઈદભાઈ અબ્દુલભાઈ મકરાણી પોતાનું બાઈક લઈને ઘરે જઈ રહ્યા હતા. આ દરમિયાન મેઘરજના ગાયત્રી મંદિર પાસે અચાનક પતંગની દોરી તેમના ગળાના ભાગે ફસાઈ ગઈ હતી. દોરી એટલી ધારદાર હતી કે સઈદભાઈના ગળાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેઓ લોહીલુહાણ હાલતમાં રસ્તા પર પટકાયા હતા.

ઈજાગ્રસ્ત ઘટનાને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્ત સઈદભાઈને તાત્કાલિક સારવાર અર્થે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તહેવાર પહેલા જ સર્જાયેલી આ ઘટનાને કારણે વાહનચાલકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

આ સમાચાર શેર કરો