Aravalli news: માલપુર વન વિભાગે ઘુવડને બચાવ્યું, ત્રણ આરોપીઓ તાંત્રિક વિધિ માટે લાવ્યા હતા
અરવલ્લીમાં માલપુર વન વિભાગે વન્યપક્ષી ઘુવડને બચાવ્યું છે. મળતા અહેવાલ પ્રમાણે વન અધિકારીને બાતમી મળી હ

અરવલ્લીમાં માલપુર વન વિભાગે વન્યપક્ષી ઘુવડને બચાવ્યું છે. મળતા અહેવાલ પ્રમાણે વન અધિકારીને બાતમી મળી હતી કે તાંત્રિક વિધિ માટે ઘુવડ લાવવામાં આવ્યું છે. બાતમીના આધારે એક કાર સાથે ત્રણ શખ્સોની તપાસ કરતા કારમાં આ ઘુવડ મળી આવ્યું હતું.
ત્રણ આરોપીઓની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા
માલપુર વન વિભાગે ત્રણ આરોપીઓની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે ત્રણેય આરોપીઓના બે દિવસના રિમાન્ડ આપ્યા છે. મળતા અહેવાલ પ્રમાણે પૂછપરછમાં જાણવા મળશે કે આરોપીઓ આ ઘુવડને ક્યાંથી લાવ્યા હતા.




