મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: લામડાપુરા કાંડમાં તોડફોડના આરોપી કલ્પેશને ભાજપે પદભ્રષ્ટ કર્યો

વડોદરાના લામડાપુરામાં મિલકત વિવાદમાં બંદૂક અને તલવાર સાથે તોડફોડ

વડોદરાના લામડાપુરામાં મિલકત વિવાદમાં બંદૂક અને તલવાર સાથે તોડફોડ કરવાના કેસના આરોપી કલ્પેશ દલસાણીયાને ભાજપે હોદ્દા પરથી દૂર કરી દીધો છે. વડોદરા તાલુકા કિસાન મોરચાના ઉપપ્રમુખ તરીકે નિમણૂક થયાના માત્ર ૨૪ કલાકની અંદર જ તેનો ગુનાહિત ભૂતકાળ સામે આવતા જિલ્લા ભાજપ પ્રમુખ ડો. બી.જે. બ્રહ્મભટ્ટે આ કડક કાર્યવાહી કરી છે. લામડાપુરા કાંડમાં સરપંચ પુત્ર સહિત ઝડપાયેલા સાત આરોપીઓમાં કલ્પેશ પણ સામેલ હતો, જેમણે જાહેરમાં હાથ જોડીને પોતાની ભૂલ સ્વીકારી હતી. ફાયરિંગ અને ૧૦ વર્ષ જૂના ગેંગવોર કેસમાં જેલયાત્રા ભોગવી ચૂકેલા આ આરોપીની સંગઠનમાં નિમણૂક થતાં જ વિવાદ વકર્યો હતો અને રાજકીય પીઠબળ અંગે ચર્ચાઓ ગરમાઈ હતી. અંતે, "પાર્ટીમાં આવા તત્વોને સાંખી લેવાય નહીં" તેમ જણાવી ભાજપે તેની નિમણૂક તાત્કાલિક અસરથી રદ કરી છે, જ્યારે કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે પોલીસે આ મામલે ઝડપી સફળ કાર્યવાહી કરી છે.

આ સમાચાર શેર કરો