મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

વડોદરા: માંજલપુર વિસ્તારમાં ચાલુ કાર આગની ચપેટમાં, શોર્ટ સર્કિટની આશંકા

વડોદરામાં વાહનોમાં આગ લાગવાની ઘટનાઓ સતત વધી રહી છે ત્યારે ગઈકાલે રાત્રે માંજલપુર વિસ્તારમાં

વડોદરા: માંજલપુર વિસ્તારમાં ચાલુ કાર આગની ચપેટમાં, શોર્ટ સર્કિટની આશંકા
આ સમાચાર સાંભળો

વડોદરામાં વાહનોમાં આગ લાગવાની ઘટનાઓ સતત વધી રહી છે ત્યારે ગઈકાલે રાત્રે માંજલપુર વિસ્તારમાં આવા જ એક બનાવમાં કાર આગમાં લપેટાઈ હતી.

પ્રાપ્ત વિગતો મુજબ માંજલપુરની ચોકડી પાસેથી પસાર થતી એક કારમાંથી ધુમાડા નીકળવા માંડતા ચાલકે કાર ઉભી રાખી હતી અને નીચે ઉતરી ગયો હતો. થોડી જ વારમાં કાર આગની ચપેટમાં આવી ગઈ હતી. જેને કારણે વાહન ચાલકોમાં ગભરાટ ફેલાયો હતો તેમજ લોકોના ટોળા પણ જામ્યા હતા. 

બનાવની જાણ વડોદરા ફાયર બ્રિગેડને કરાતા અડધો કલાકની જહેમત બાદ આગ કાબુમાં લેવામાં આવી હતી. આગનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી પરંતુ શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું મનાય છે.

આ સમાચાર શેર કરો