Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત : Renowned car designer Dilip Chhabria accused of cheating Vadodara-based EV company

જાણીતા કાર ડિઝાઈનર દિલીપ છાબરિયા પર વડોદરાની EV કંપની સાથે છેતરપિંડી કર્યાનો આરોપ

Timeછેલ્લું અપડેટ : 19 Jun 2026
લાઇવ ટીવીGoogle News
જાણીતા કાર ડિઝાઈનર દિલીપ છાબરિયા પર વડોદરાની EV કંપની સાથે છેતરપિંડી કર્યાનો આરોપ
સોર્સ : GSTV

જાણીતા કાર ડિઝાઈનગર દિલીપ છાબરિયા સામે વડોદરાની ઈવી કંપની સાથે ઈલેક્ટ્રિક વાહનોમાં ભાગીદારીના નામે કરોડોનું રોકાણ મેળવી ગેરવહિવટ તથા ઉચાપત અને છેતરપિંડી સહિતની ફરિયાદ મુંબઈના અંધેરી એમઆઈડીસી પોલીસ મથકે નોંધાવાઈ છે.

App Store

વડોદરાની મર્ક્યુરી ઈવી ટેક લિમિટેડના ડિરેક્ટર જયેશ ઠક્કરે નોંધાવેલી ફરિયાદ મુજબ ૨૦૨૪માં કાર મોડિફિકેશન માટે તેઓ દિલીપ છાબરિયાને મળ્યા હતા. છાબરિયાએ ઇલેક્ટ્રિક વાહનોના ઉત્પાદન તથા ડિઝાઈન માટે ભાગીદારીનો પ્રસ્તાવ મૂક્યો હતો.

ડીસી ટુ મર્કક્યુરી કાર્સ પ્રાઈવેટ લિમિટેડમાં જયેશ ઠક્કરે આશરે અઢી કરોડનું રોકાણ કરી ૭૦ ટકા હિસ્સો મેળવ્યો હતો. છાબરિયાના કહેવાથી દિલ્હીના ઓટો એક્સપોમાં બે કરોડ રુપિયાનો ખર્ચો કરાયો હતો. પરંતુ છાબરિયાએ તેનો કોઈ હિસાબ આપ્યો ન હતો. આ ઉપરાંત નવીનીકરણ તથા ઓપરેશનલ સેટ અપ માટે થયેલાં ૧.૭૫ કરોડનાં રોકાણનો પણ છાબરિયાએ કોઈ હિસાબ આપ્યો ન હતો. અંધેરીની ભાડાની જગ્યા માટે નકલી લિવ એન્ડ લાયસન્સ રજૂ થયાનો તથા  કાર મોડિફિકેશન માટે ગ્રાહકોએ આપેલાં ૫૩ લાખ રુપિયા પણ અન્યત્ર વાળી દેવાયાનો આરોપ છે. એમઆઈડીસી પોલીસે આ અંગે છાબરિયા સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.