VIDEO: જૂનાગઢ ફાયર વિભાગના કર્મચારીએ નશાની હાલતમાં ત્રણ લોકોને મારી ટક્કર
ગુજરાતના જૂનાગઢમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. મળતા અહેવાલ પ્રમાણે જૂનાગ
ગુજરાતના જૂનાગઢમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. મળતા અહેવાલ પ્રમાણે જૂનાગઢમાં ફાયર બ્રિગેડના બે કર્મચારીઓએ નશાની હાલતમાં વાહનમાં હતા. તો બીજી તરફ વાહનના ડ્રાઈવિંગ સીટ પર બેેસેલા કર્મચારીએ નશામાં ધૂત ઝાંઝરડા ચોક પાસે ત્રણ લોકોને ટક્કર મારી હતી. રસ્તા પર અકસ્માત સર્જયા બાદ લોકોએ તાત્કાલિક તેમની કારને રોકી હતી.
બને કર્મચારીઓને નશાની હાલતમાં પકડી લીધા
લોકોએ બંને કર્મચારીઓને નશાની હાલતમાં પકડી લીધા, પોલીસનો સંપર્ક સાધ્યો હતો. જૂનાગઢ બી ડિવિઝન પોલીસે તેમને કસ્ટડીમાં લીધા હતા. ત્રણેય ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.આ ઘટના અંગે વધુ તપાસ ચાલુ છે, અને પોલીસે આરોપીઓ સામે કાર્યવાહી શરૂ કરી છે.


