મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: મહેસાણામાં જમીન સંપાદન વળતર માટે જાગો ખેડૂત મહા રેલીનું આયોજન, વળતરમાં અન્યાય દૂર કરવાની માંગ

મહેસાણા ખાતે જમીન સંપાદનમાં ખેડૂતો સાથે થતા અન્યાય વિરુદ્ધ વિવિધ અસરગ્રસ્ત ખેડૂત

મહેસાણા ખાતે જમીન સંપાદનમાં ખેડૂતો સાથે થતા અન્યાય વિરુદ્ધ વિવિધ અસરગ્રસ્ત ખેડૂત સંગઠન દ્વારા 'જાગો ખેડૂત મહા રેલી'નું આયોજન કરવામાં આવ્યું. સમર્પણ ચોકથી કલેક્ટર કચેરી સુધી યોજાયેલી આ રેલીમાં હજારો ખેડૂતોએ ભાગ લીધો અને વળતરના મુદ્દે તીવ્ર વિરોધ નોંધાવ્યો. ભારતમાલા પરિયોજના, નેશનલ અને સ્ટેટ હાઈવે, ONGC, જેટકો અને રેલવે જેવા પ્રોજેક્ટ્સને કારણે જમીન સંપાદિત થતી વખતે ખેડૂતોને યોગ્ય વળતર ન મળતું હોવાનો આક્ષેપ કરાયો છે.

સૂચિત જંત્રી ડ્રાફ્ટ મુજબ વળતર નક્કી કરવું જોઈએ, અને બિનખેતી તથા ખેતી જમીન વચ્ચેનો ભેદભાવ દૂર કરવો જોઈએ. કોર્ટને વળતર નક્કી કરવાનો હક્ક આપવાથી અન્યાય અટકશે

આ સમાચાર શેર કરો