મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ભારત સેમિકન્ડક્ટર હબ તરફ આગળ વધ્યું છે: પીએમ મોદી

વડાપ્રધાન મોદીએ સાણંદમાં ત્રીજા સેમિકન્ડક્ટર પ્લાન્ટના ઉદ્ઘઘાટન પ્રસંગે કહ્યું કે ભારત જે ધારે ત

તસવીર: gstv

વડાપ્રધાન મોદીએ સાણંદમાં ત્રીજા સેમિકન્ડક્ટર પ્લાન્ટના ઉદ્ઘઘાટન પ્રસંગે કહ્યું કે ભારત જે ધારે તે કરી બતાવે છે. દેશના આ ત્રીજા સેમિકન્ડક્ટર પ્લાન્ટમાં ટેસ્ટિંગ ચિપનું પ્રોડક્શન શરૂ થયું છે. પીએમ મોદીએ જણાવ્યું કે આ પ્લાન્ટમાંથી દર વર્ષે 20 કરોડ ચીપનું ઉત્પાદન થશે. દેશમાં વાર્ષિક 500 કરોડ ચીપનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. પીએમ મોદીએ વિદ્યાર્થીઓના આત્મવિશ્વાસની પ્રશંસા કરી અને કહ્યું કે આ માત્ર બિઝનેસ વેન્ચર નથી, પરંતુ વિશ્વાસ અને એકતાનું પ્રતીક છે. છેલ્લા એક દાયકાની ડિજિટલ ક્રાંતિને કારણે ભારત હવે સેમિકન્ડક્ટર હબ તરફ આગળ વધ્યું છે.

આ સમાચાર શેર કરો