સુરતના મોરાગામ વિસ્તારમાં એટીએમ સેન્ટર પર ભોળા નાગરિકોને નિશાન બનાવી કાર્ડ બદલી
પ્રકાશિત : •1 મિનિટ વાંચન સમય
સુરતના મોરાગામ વિસ્તારમાં એટીએમ સેન્ટર પર ભોળા નાગરિકોને નિશાન બનાવી કાર્ડ બદલી છેતરપિંડી કરતી ટોળકીને ઈચ્છાપોર પોલીસે સચિન વિસ્તારમાંથી દબોચી લીધી છે. આ આરોપીઓએ અનેક લોકોની નજર ચૂકવી લાખો રૂપિયા ઉપાડી લીધા હતા, જેમાં કુલ ૮૩ હજારની છેતરપિંડીના બે અલગ-અલગ ગુના ઈચ્છાપોર પોલીસ મથકે નોંધાયા હતા. પોલીસે સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે આરોપીઓને પકડી પાડી તેમની પાસેથી ૧૪ એટીએમ કાર્ડ, રોકડ ૩૬,૦૦૦ રૂપિયા અને ૩ મોબાઈલ ફોન મળી કુલ ૬૨,૫૦૦ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે હવે આ ગેંગના અન્ય ગુનાઓ અંગે વધુ તપાસ હાથ ધરી છે.