VIDEO: શિવરાજપુર બીચને લઈ મહત્વના સમાચાર, ન્હાવા અને સ્વિમિંગ કરવા પર લાગ્યો પ્રતિબંધ
દેવભૂમિ દ્વારકાના વિશ્વવિખ્યાત શિવરાજપુર બીચ પર પ્રવાસીઓ માટે મહત્વના સમાચાર છ


દેવભૂમિ દ્વારકાના વિશ્વવિખ્યાત શિવરાજપુર બીચ પર પ્રવાસીઓ માટે મહત્વના સમાચાર છે. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામા અનુસાર, બીચ પર ન્હાવા અને સ્વિમિંગ કરવા પર તાત્કાલિક પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. આ નિર્ણય બીચની સુરક્ષા અને જાળવણીને ધ્યાનમાં રાખીને લેવાયો છે, જે 30 જુલાઈ 2026 સુધી અમલમાં રહેશે.
લાઈટ હાઉસથી શિવરાજપુર ખાડી-2 સુધીના વિસ્તારમાં આ નિયમ લાગુ પડશે. આ ઉપરાંત, નિર્ધારિત સ્વિમ એરિયામાં વોટર સ્પોર્ટ્સ અને ફિશિંગ જેવી પ્રવૃત્તિઓ પર પણ રોક લગાવી દેવામાં આવી છે. જાહેરનામાનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.




