મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની આજે મહત્ત્વની ચૂંટણી, 76 હજરા વકીલો મતાધિકારનો ઉપયોગ કરશે

બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની આજે મહત્વપૂર્ણ ચૂંટણી યોજાઈ છે, જેમાં આગામી 5 વર્ષ માટે નવી કમિટીની પસંદ

તસવીર: GSTV

બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની આજે મહત્વપૂર્ણ ચૂંટણી યોજાઈ છે, જેમાં આગામી 5 વર્ષ માટે નવી કમિટીની પસંદગી કરવામાં આવશે, મળતા અહેવાલ પ્રમાણે  23 વકીલ સભ્યોની બેઠક માટે મેદાનમાં 99 ઉમેદવારો નસીબ અજમાવી રહ્યા છે. પ્રેફરન્શિયલ વોટિંગ પદ્ધતિથી યોજાતી આ ચૂંટણીમાં રાજ્યભરના 76 હજારથી વધુ વકીલો મતદાન કરશે.

અમદાવાદમાં હાઈકોર્ટ અને યુનિવર્સિટી કેમ્પસ ખાતે મતદાન મથકો ઉભા કરાયા

અમદાવાદમાં હાઈકોર્ટ અને યુનિવર્સિટી કેમ્પસ ખાતે મતદાન મથકો ઉભા કરાયા છે, જ્યાં 17 હજારથી વધુ વકીલો મતાધિકારનો ઉપયોગ કરશે. ખાસ વાત એ છે કે, 30 ટકા મહિલા અનામત મુજબ ઓછામાં ઓછા 5 મહિલા ઉમેદવારોની પસંદગી ફરજિયાત રહેશે.

આ સમાચાર શેર કરો