VIDEO: સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાં સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણ તોડી પડાયા, 17 કારખાનાના જમીનદોસ્ત
સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાં સરકારી જમીન પર થયેલા મોટા પાયે


સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાં સરકારી જમીન પર થયેલા મોટા પાયે દબાણ સામે વહીવટીતંત્રએ કડક કાર્યવાહી શરૂ કરી છે. થાન વિસ્તારમાં અંદાજે 260 જેટલા દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ છે. મોડી રાત્રે પ્રાંત અધિકારી પોતાની ટીમ સાથે પર પહોંચી દબાણ હટાવવાની કાર્યવાહી કરી હતી.
17 કારખાના અને હોટલ તોડી પાડવામાં આવ્યા
સરકારી જમીન પર બાંધવામાં આવેલા 17 કારખાના અને હોટલ તોડી પાડવામાં આવ્યા. ઉપરાંત આશાપુરા હોસ્પિટલ ખાલી કરાવી તોડી પાડવામાં આવી તેમજ સિરામિક કારખાનાઓ પણ ધરાશાયી કરાયા. આ કાર્યવાહીમાં અંદાજે 210 કરોડની સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી છે.




