VIDEO: 'જો જુહાપુરાને જોધપુર બનાવવું હોય તો ભાજપને જ મત આપો', ધારાસભ્યના નિવેદના બાદ વિવાદ સર્જાયો
અમદાવાદના સરખેજ વોર્ડમાં ભાજપ દ્વારા ભવ્ય 'મહિલા
અમદાવાદના સરખેજ વોર્ડમાં ભાજપ દ્વારા ભવ્ય 'મહિલા હુંકાર રેલી'નું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી દ્વારા મહિલા અનામત બિલનો વિરોધ કરનાર પક્ષોને આકરો સંદેશ આપવામાં આવ્યો હતો. રેલી દરમિયાન ધારાસભ્ય અમિત ઠાકોરે વિવાદાસ્પદ નિવેદન આપતા જણાવ્યું કે, જો જનતાએ જુહાપુરાને જોધપુર જેવું વિકસિત બનાવવું હોય તો ભાજપને મત આપવો પડશે. તેમણે ઉમેર્યું કે, જો તેને ચંડોળા તળાવ જેવું જ રાખવું હોય તો કોંગ્રેસ અને AIMIM વિકલ્પ તરીકે છે જ. આ નિવેદનથી રાજકીય ગરમાવો સર્જાયો છે.




