મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: હિંમતનગરમાં હુડાના વિરોધમાં અસરગ્રસ્ત 11 ગામની વિશાળ સભા, આગામી સમયમાં ભારે વિરોધ થશે

VIDEO: હિંમતનગર આસપાસના 11 ગ

VIDEO:  હિંમતનગર આસપાસના 11 ગામોમાં હુડાનું નોટિફિકેશન બહાર પાડ્યા બાદ હવે વિરોધનો વંટોળ ફાટી નીકળ્યો છે, ત્યારે આજ હિંમતનગર માર્કેટ યાર્ડ ખાતે હુડા અસગરગ્રસ્ત ગામોની એક વિશાળ સભા મળી હતી, જેમાં કોઈપણ ભોગે હુડા રદ કરાવાનો નિર્ણય લેવાયો હતો..

હિંમતનગરના આસપાસના 11 ગામના આટલા ખેડૂતો અને આટલી જમીનને હુડાથી નુકસાન થઈ રહ્યુ છે. અને એના વિરોધમા હવે આ 11 ગામના ખેડૂતોએ આંદોલનનું રણશિંગુ ફુંક્યુ છે.. હિંમતનગર માર્કેટયાર્ડ ખાતે 11 ગ્રામ પંચાયતોના સરપંચ સહિત ખેડૂતોની એક વિશાળ સભા માર્કેટ યાર્ડમાં મળી હતી અને તેમાં કોઈપણ સંજોગોમાં હુડાને હટાવવા એક મતે નિર્ણય લેવામાં આવ્યો હતો

 હુડામાં દરેક ખેડૂતની 40 ટકા જમીન કપાતમાં જાય છે. કેટલા ખેડૂતોના ખેતરની વચ્ચેથી રોડ નીકળે છે. કેટલાક ખેડૂતો ખેડૂત ખાતેદાર મટી જાય તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે. ત્યારે હવે આર્થિક રીતે નુકસાન કરનાર આ વિકાસને કોઈપણ સંજોગોમાં ના જોઈએ તેવું ખેડૂતો જણાવી રહ્યા છે. હુડાના નોટિફિકેશન અને કાયદાનો તલસ્પર્શી અભ્યાસ કર્યા બાદ અહીં એક પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં તમામ મુદ્દાઓ ઉઠાવવામાં આવ્યા હતા. અને તંત્રને રજૂઆત કરવામાં આવી હતી કે હુડા કઈ રીતે ખેડૂતોને ફાયદાકારક છે ?? તે ખેડૂતોને સમજાવવામાં આવે.

આજથી 10 વર્ષ પહેલા આ જ રીતે હિંમતનગર માર્કેટ યાર્ડમાં હુડા હટાવવા માટેની પહેલી બેઠક મળી હતી. અને આજે દસ વર્ષ બાદ ફરી હુડા લાગુ થતા ફરી એકવાર માર્કેટ યાર્ડથી જ આંદોલન ભાગ-૨ની શરૂઆત કરવામાં આવી છે. ત્યારે હવે આગામી સમયમાં ખેડૂતો સરકારને ઝૂકાવે છે કે કેમ તે જોવું રહ્યુ.

આ સમાચાર શેર કરો