વાંકાનેરમાં 26થી 28મી ડિસેમ્બર અશ્વ-શો અને અશ્વ ડાયરાનું થશે આયોજન
રાજ્ય સરકારના પશુપાલન વિભાગ અને કાઠીયાવાડી-મારવાડી અશ્વ મંડળીના સહયોગથી

રાજ્ય સરકારના પશુપાલન વિભાગ અને કાઠીયાવાડી-મારવાડી અશ્વ મંડળીના સહયોગથી વાંકાનેરમાં 26થી 28મી ડિસેમ્બર દરમિયાન અશ્વ-શો અને અશ્વ ડાયરાનું આયોજન કરાશે. વાંકાનેરના રાજવી અને રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહજી ઝાલાએ આ જાહેરાત કરી હતી.
કાઠીયાવાડી અશ્વનો દેશમાં અનેરો ઇતિહાસ
તેમણે જણાવ્યું કે, દુનિયાની શ્રેષ્ઠ જાતિના કાઠીયાવાડી અશ્વનો દેશમાં અનેરો ઇતિહાસ છે.આ કાર્યક્રમમાં પ્રદેશ અને રાજ્ય બહારના અશ્વપાલકો ભાગ લેશે..મુખ્યમંત્રી, ગૃહમંત્રી સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહેશે. જસદણના રાજવી સત્યજિતકુમાર ખાચર, ગોંડલના ઘનશ્યામ મહારાજ અને ભાજપ પ્રવક્તા રાજુભાઈ ધ્રુવ હાજર રહ્યા હતા.



