VIDEO: ભિલોડામાં ભયાનક ટ્રિપલ અકસ્માત: બે યુવકોના મોત, કારચાલક ફરાર
અરવલ્લી જિલ્લાના ભિલોડા ખાતે મણીબા પેટ્રોલ પંપ સામે ગંભીર ટ્રિપલ અકસ્માત સર


અરવલ્લી જિલ્લાના ભિલોડા ખાતે મણીબા પેટ્રોલ પંપ સામે ગંભીર ટ્રિપલ અકસ્માત સર્જાયો. પ્રાથમિક માહિતી મુજબ પલ્સર બાઈકને એક સફેદ રંગની ફોરવ્હીલ કારએ ટક્કર મારી હતી. ટક્કર બાદ બાઈક રિક્ષા સાથે અથડાતા અકસ્માતમાં બે યુવકોના મોત થયા હતા. મૃતકોની ઓળખ બાદલભાઈ અસારી અને રાજકુમાર બાગા તરીકે થઈ છે. સમગ્ર અકસ્માતની ઘટના નજીકના CCTV કેમેરામાં કેદ થઈ છે. અકસ્માત સર્જ્યા બાદ કારચાલક વાહન સાથે ફરાર થઈ ગયો હતો. ભિલોડા પોલીસે અજાણ્યા વાહનચાલક સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.




