VIDEO: અરવલ્લીઃ મોડાસામાં જર્જરિત પાણીની ટાંકી તોડી પાડવામાં આવી
અરવલ્લીના મોડાસામાં વારિગૃહ ખાતે આવેલી એક વર્ષો જૂની અને અત્યંત જોખમી પાણીની ટાંકીને નગરપાલિકા

અરવલ્લીના મોડાસામાં વારિગૃહ ખાતે આવેલી એક વર્ષો જૂની અને અત્યંત જોખમી પાણીની ટાંકીને નગરપાલિકા તંત્ર દ્વારા સુરક્ષિત રીતે તોડી પાડવામાં આવી છે. વર્ષ ૧૯૯૨માં નિર્માણ પામેલી આ ૯ લાખ લીટરની ક્ષમતા ધરાવતી ટાંકી લાંબા સમયથી જર્જરિત થઈ ગઈ હોવાથી અકસ્માતનો ભય સેવાઈ રહ્યો હતો, જેને પગલે મોડાસા પાલિકા અને પાણી પુરવઠા વિભાગ દ્વારા આ સંયુક્ત કાર્યવાહી હાથ ધરાઈ હતી. પાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસર ભદ્રેશભાઈ પટેલના સીધા માર્ગદર્શન હેઠળ આ જોખમી ટાંકીનો સફળતાપૂર્વક નિકાલ કરવામાં આવ્યો છે. રાહતની વાત એ છે કે, શહેરીજનોની પાણીની સુવિધા માટે વારિગૃહ ખાતે જ હવે ૧૫ લાખ લીટરની વિશાળ ક્ષમતા ધરાવતી નવીન પાણીની ટાંકી બનાવીને તૈયાર કરી દેવામાં આવી છે.




