VIDEO: કલોલના અંબિકા નગરમાં ઓઈલ ગોડાઉનમાં ભયાનક આગ, હોસ્પિટલ અને સોસાયટીઓ તાત્કાલિક ખાલી કરાવાઈ
રાજ્યના કલોલમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે, કલોલના અંબિકા નગરમાં મોડી રાત્રે 'ઓટો હબ' ઓઈલ ગોડાઉનમા
રાજ્યના કલોલમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે, કલોલના અંબિકા નગરમાં મોડી રાત્રે 'ઓટો હબ' ઓઈલ ગોડાઉનમાં અગમ્ય કારણોસર ભીષણ આગ ફાટી નીકળી હતી. ઓઈલના જથ્થાને કારણે આગે મિનિટોમાં સમગ્ર બિલ્ડિંગને લપેટમાં લઈ લીધી હતી.
આગ ફાટી નીકળતા આસપાસની હોસ્પિટલ અને સોસાયટીઓ તાત્કાલિક ખાલી કરાવાઈ
તો બીજી તરફ આગ ફાટી નીકળતા આસપાસની હોસ્પિટલ અને સોસાયટીઓ તાત્કાલિક ખાલી કરાવાઈ છે. સાત કલાકની જહેમત બાદ પણ આગ કાબૂ બહાર છે. હાલ ગાંધીનગર, કલોલ ફાયર ફાઈટર્સ અને ONGCની ટીમો આગ ઓલવવા સતત પ્રયત્નશીલ છે. સદનસીબે હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી.



