મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: દેવગઢબારિયાના અંતેલા ગામે ઐતિહાસિક 'મેવાસી હોળી' પ્રગટાવવામાં આવી

દેવગઢબારિયાના અંતેલા ગામે હોળીના બે દિવસ પહેલા એટલે કે તેરસના દિવસે ઐતિહાસિક 'મેવાસી હોળ

દેવગઢબારિયાના અંતેલા ગામે હોળીના બે દિવસ પહેલા એટલે કે તેરસના દિવસે ઐતિહાસિક 'મેવાસી હોળી' પ્રગટાવવામાં આવી. પાવાગઢના પતઇ રાજાના પતન બાદ અહીં સ્થાયી થયેલા મેવાસી લોકોએ આ પરંપરા શરૂ કરી હતી.

આખા ગામની માત્ર એક જ હોળી પ્રગટાવવામાં આવે છે

10 હજારની વસ્તી ધરાવતા આ વિશાળ ગામમાં આજે પણ આખા ગામની માત્ર એક જ હોળી પ્રગટાવવામાં  આવે છે. પૂર્વજોની માન્યતા અને શ્રદ્ધા સાથે જોડાયેલી આ પરંપરા મુજબ, રાજપરિવારના હસ્તે પૂજા-અર્ચના બાદ જ હોળી પ્રગટાવી ગ્રામજનો ધામધૂમથી આ પર્વની ઉજવણી કરે છે.

આ સમાચાર શેર કરો