મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: હિલેરી ક્લિન્ટને નડિયાદના આનંદપુરાની લીધી મુલાકાત, 'સેવા' સંસ્થાના કાર્યોને બિરદાવ્યા

VIDEO: ખેડા જિલ્લાના નડિયાદ તાલુકાનું આનંદપુરા ગામ આજે આંતરરાષ

VIDEO: ખેડા જિલ્લાના નડિયાદ તાલુકાનું આનંદપુરા ગામ આજે આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચાનું કેન્દ્ર બન્યું હતું. પૂર્વ અમેરિકી પ્રમુખ બિલ ક્લિન્ટનના પત્ની હિલેરી ક્લિન્ટને આજે આનંદપુરા ગામની મુલાકાત લીધી હતી. તેઓએ ગામમાં કાર્યરત 'સેવા' (SEWA) સંસ્થા દ્વારા કરવામાં આવતી પ્રવૃત્તિઓનું નિરીક્ષણ કર્યું હતું અને ગ્રામીણ મહિલાઓના પ્રયત્નોની પ્રશંસા કરી હતી.

મહિલા ઉત્કર્ષ અને ગ્રીન એનર્જી પર ભાર
આનંદપુરા પ્રાથમિક શાળા પાસે ચાલતી SEWA સંસ્થાની મુલાકાત દરમિયાન હિલેરી ક્લિન્ટને જોયું કે કેવી રીતે મહિલાઓ ગ્રીન એનર્જીનો ઉપયોગ કરીને ગ્રામ્ય જીવનને બહેતર બનાવી રહી છે. સંસ્થા દ્વારા મહિલાઓને રોજગારી આપી પગભર કરવામાં આવે છે અને ગ્રીન એનર્જીથી ચાલતા ઉપકરણો બનાવી પર્યાવરણની જાળવણી માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય મહિલાઓના સ્વાસ્થ્યમાં સુધારો લાવવો અને પર્યાવરણ મિત્ર જીવનશૈલી વિકસાવવાનો છે.

ટિંડોળાના ફાર્મની મુલાકાત અને ઓર્ગેનિક ખેતી
હિલેરી ક્લિન્ટન સાથે અન્ય દેશોના 35થી વધુ પ્રતિનિધિઓ પણ આ મુલાકાતમાં જોડાયા હતા. આ ડેલિગેટ્સે ટિંડોળાના ફાર્મની રૂબરૂ મુલાકાત લીધી હતી. અહીં તેઓએ ઓર્ગેનિક ખેતી દ્વારા તૈયાર કરવામાં આવેલા ટિંડોળાને પકવવાની પ્રક્રિયા અને કુદરતી પદ્ધતિઓ વિશેની ઊંડી માહિતી મેળવી હતી. આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિઓએ ગ્રામીણ સ્તરે થતી આ પ્રકારની આધુનિક ખેતીમાં ખૂબ જ રસ દાખવ્યો હતો.

આ સમાચાર શેર કરો