VIDEO : નવસારીમાં હાઈવોલ્ટેજ ડ્રામા: મિત્રએ તમાચો મારતા યુવક ટાવર પર ચડ્યો
નવસારીના દશેરા ટેકરી વિસ્તારમાં ગઇકાલે એક અજીબોગરીબ 'શોલે' સ્ટાઈલ હા

નવસારીના દશેરા ટેકરી વિસ્તારમાં ગઇકાલે એક અજીબોગરીબ 'શોલે' સ્ટાઈલ હાઈવોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો. નશાની હાલતમાં તુષાર દંતાણી અને આર્યન પટેલ નામના બે મિત્રો વચ્ચે કોઈ બાબતે ઉગ્ર માથાકૂટ થઈ હતી. આ બોલાચાલી એટલી વધી ગઈ કે આર્યને ગુસ્સામાં આવી તુષારને જોરદાર તમાચો ઝીંકી દીધો હતો, જેનાથી આવેશમાં આવીને તુષાર જાહેરમાં ઊંચા મોબાઈલ હાઈમાસ્ટ ટાવર પર ચડી ગયો હતો. યુવકને ટાવર પર જોઈને સ્થાનિક લોકોના જીવ અધ્ધર થઈ ગયા હતા અને ઘટનાસ્થળે પોલીસ તેમજ ફાયર બ્રિગેડનો કાફલો દોડી આવ્યો હતો. આખરે મામલો થાળે પાડવા માટે તમાચો મારનાર મિત્ર આર્યને નીચે ઊભા રહી લાઉડસ્પીકરમાં જાહેરમાં 'સોરી' માગવું પડ્યું હતું. મિત્રની માફી સાંભળી યુવક શાંત થઈ નીચે ઉતરતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.




