VIDEO: નવસારી મનપાની અધૂરી કામગીરીને કારણે રસ્તામાં ટેમ્પો ફસાયો
નવસારી મહાનગરપાલિકાની બેદરકારીને કારણે શહેરીજનો ભારે મુશ્કેલીમાં મુકા

નવસારી મહાનગરપાલિકાની બેદરકારીને કારણે શહેરીજનો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. શહેરના બિરસા મુંડા સર્કલ પાસે પાલિકાની અધૂરી કામગીરીને લીધે ગઈકાલે રાત્રે એક આઇશર ટેમ્પો રસ્તામાં ફસાઈ ગયો હતો. ડી-માર્ટનો સામાન લઈને પસાર થતા ટેમ્પાનું ટાયર અધૂરા રોડમાં ધસી જતાં વાહન રસ્તા વચ્ચે જ અટવાઈ ગયું હતું, જેને સ્થાનિકો અને ડ્રાઈવરની ભારે મહેનત બાદ બહાર કાઢવામાં આવ્યું હતું.ડ્રેનેજ કામગીરી બાદ રોડનું યોગ્ય રીસ્ટોરેશન ન થતાં વેરાવળથી ટાટા સ્કૂલ અને ગ્રીડથી કલેક્ટર કચેરી સુધીના માર્ગો બિસ્માર બન્યા છે. હજુ તો ચોમાસાની વિધિવત શરૂઆત પણ નથી થઈ, ત્યાં રસ્તાઓની આવી દયનીય હાલતને પગલે આગામી સમયમાં મોટી મુશ્કેલીઓની ભીતિ સેવાઈ રહી છે. તંત્રની આ ઢીલી નીતિ સામે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.




