મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VEDIO:નવસારી : મંત્રી નરેશ પટેલનો કથિત વીડિયો વાયરલ થતાં ભારે વિવાદ

કેબિનેટ મંત્રી નરેશ પટેલ દ્વારા ગૌરી આશ્રમશાળા બંધ કરાવી દેવા

કેબિનેટ મંત્રી નરેશ પટેલ દ્વારા ગૌરી આશ્રમશાળા બંધ કરાવી દેવાની કથિત ધમકી આપતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં રાજકારણ ગરમાયું છે. ખેરગામની આ આશ્રમશાળામાં ૧૫૫ વિદ્યાર્થીઓ સામે માત્ર બે જ શિક્ષકો હોવાથી પાયાની સુવિધાઓ અને સ્ટાફની અછત અંગે વિવાદ ચાલી રહ્યો છે. આ દરમિયાન પૂર્વ આચાર્ય અને હાલના આચાર્ય વચ્ચેનો વિવાદ થાળે પાડવા પહોંચેલા મંત્રીશ્રીએ સમાધાન નહીં થાય તો શાળા બંધ કરવાની ચીમકી આપી હોવાનો આક્ષેપ છે. પૂર્વ અધિકારી ઉર્મિલાબેન ગરાસીયાએ આ વીડિયો વાયરલ કરી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પાસે ન્યાયની માંગ કરી છે. જોકે, વીડિયો વાયરલ થતાં જ મંત્રી નરેશ પટેલ તુરંત આશ્રમશાળાની મુલાકાતે દોડી ગયા હતા

આ સમાચાર શેર કરો