VIDEO : આણંદ લાંચ કેસમાં હાઇકોર્ટે આરોપીઓની સજા યથાવત રાખી
આણંદ ઇન્કમટેક્સ વિભાગના તત્કાલીન ડેપ્યુટી ડાયરેક્ટર ગૌતમ બ્રહ્મભટ્ટ અને એડવ


આણંદ ઇન્કમટેક્સ વિભાગના તત્કાલીન ડેપ્યુટી ડાયરેક્ટર ગૌતમ બ્રહ્મભટ્ટ અને એડવોકેટ અર્પિત શાહને ગુજરાત હાઇકોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. લાંચના એક ગંભીર કેસમાં હાઇકોર્ટે બંનેની અપીલ ફગાવી ટ્રાયલ કોર્ટની સજા યથાવત રાખી છે. ગૌતમ બ્રહ્મભટ્ટને ૨ વર્ષની અને અર્પિત શાહને ૧ વર્ષની કેદની સજા ભોગવવી પડશે.આ કેસ ૨૦ લાખની લાંચ માંગવા અંગેનો હતો, જેમાં એડવોકેટે ૩ લાખ નક્કી કરાવ્યા હતા. CBIની ટ્રેપ દરમિયાન એડવોકેટ લાંચની રકમ અને FDR સાથે રંગે હાથે ઝડપાયા હતા. ફિનોલ્ફથેલિન ટેસ્ટ પોઝિટિવ આવતા અને મજબૂત દસ્તાવેજી પુરાવા તેમજ કોલ ડિટેલ્સને ધ્યાને લઈ હાઇકોર્ટે ટ્રાયલ કોર્ટના ચુકાદાને યોગ્ય ઠેરવ્યો છે.




