મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: આણંદઃ પાળજ ગામે દૂધ મંડળીમાં ભેળસેળના આક્ષેપથી હોબાળો

આણંદ જિલ્લાના પાળજ ગામની દૂધ મંડળીમાં ભેળસેળયુક્ત દૂધ ભરવામાં આવતું હો

આણંદ જિલ્લાના પાળજ ગામની દૂધ મંડળીમાં ભેળસેળયુક્ત દૂધ ભરવામાં આવતું હોવાનો ગંભીર આક્ષેપ સામે આવતા જ સ્થાનિક પશુપાલક સભાસદોએ મંડળીની કમિટી સામે ભારે વિરોધ પ્રદર્શન સાથે ઉગ્ર હોબાળો મચાવ્યો છે. નારાજ સભાસદોનો આરોપ છે કે મંડળીમાં જયેશભાઈ રજનીભાઈ પરમાર, રાજુભાઈ વિઠ્ઠલભાઈ પરમાર, અનિતાબેન સંજયભાઈ પરમાર અને વિમળાબેન ગોવિંદભાઈ પરમાર નામના વ્યક્તિઓ દ્વારા ખુલ્લેઆમ ભેળસેળવાળું દૂધ જમા કરાવવામાં આવી રહ્યું છે. જેના સચોટ પુરાવા પણ ગ્રામજનો દ્વારા રજૂ કરવામાં આવ્યા છે. દૂધ મંડળી પર મામલો વધુ બિચકતા પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી ગયો હતો અને ભારે જહેમત બાદ પરિસ્થિતિને થાળે પાડી હતી. આ ભ્રષ્ટાચારથી રોષે ભરાયેલા સ્થાનિક પશુપાલકોએ જ્યાં સુધી યોગ્ય ન્યાય નહીં મળે ત્યાં સુધી અચોક્કસ મુદત માટે મંડળીમાં દૂધ નહીં ભરવાનો મક્કમ નિર્ણય લેતા દૂધના સપ્લાય પર મોટું સંકટ ઊભું થયું છે.

આ સમાચાર શેર કરો