મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: વધુ એક સરકારી બાબુની બેદરકારી સામે હાઇકોર્ટની લાલ આંખ

ગુજરાત હાઈકોર્ટે સરકારી તંત્રની બેદરકારી સામે ફરી એકવાર કડક વલણ અપનાવ્યુ

ગુજરાત હાઈકોર્ટે સરકારી તંત્રની બેદરકારી સામે ફરી એકવાર કડક વલણ અપનાવ્યું છે. બે શાળાઓની માન્યતા રદ કરવાના મામલે અગાઉ આપેલા કોર્ટના આદેશનું પાલન ન થતા હાઈકોર્ટે શિક્ષણ વિભાગના સચિવને વ્યક્તિગત રીતે ૧ લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.કોર્ટે આકરા શબ્દોમાં ટકોર કરતા જણાવ્યું હતું કે, ન્યાયિક આદેશોની અવગણના કોઈપણ સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહીં. હાઈકોર્ટે નિર્દેશ આપ્યો છે કે દંડની આ રકમ વિદ્યાર્થીઓના કલ્યાણ અને વેલ્ફેર માટે વાપરવામાં આવશે. આ સાથે જ સચિવને આગામી સુનાવણીમાં દંડ ભર્યાની સત્તાવાર પહોંચ રજૂ કરવા આદેશ કરાયો છે. સરકારી અધિકારીઓ માટે આ ચુકાદો એક મોટી ચેતવણી સમાન માનવામાં આવી રહ્યો છે.

આ સમાચાર શેર કરો