Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Delhi HC orders Centre on fake post of CJI and ministers playing badminton

"આનાથી ન્યાયિક સંસ્થાઓની બદનામી..." CJI અને મંત્રીઓની બેડમિન્ટન રમવાની ફેક પોસ્ટ હટાવવાનો દિલ્હી HCનો કેન્દ્રને આદેશ

Timeછેલ્લું અપડેટ : 21 Jun 2026
લાઇવ ટીવીGoogle News
"આનાથી ન્યાયિક સંસ્થાઓની બદનામી..." CJI અને મંત્રીઓની બેડમિન્ટન રમવાની ફેક પોસ્ટ હટાવવાનો દિલ્હી HCનો કેન્દ્રને આદેશ
સોર્સ : GSTV

દિલ્હી હાઈકોર્ટે કેન્દ્ર સરકારને કડક આદેશ આપ્યો છે કે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી ખોટી પોસ્ટ્સ તાત્કાલિક હટાવી દેવામાં આવે. આ પોસ્ટ્સ ભારતના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત, સુપ્રીમ કોર્ટના કેટલાક જજો અને કેટલાક કેન્દ્રીય મંત્રીઓ સાથે જોડાયેલી છે. આ પોસ્ટ્સમાં એવો ખોટો દાવો કરવામાં આવ્યો હતો કે ભારતના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત, સુપ્રીમ કોર્ટના કેટલાક જજો અને કેન્દ્રીય મંત્રીઓ આ મહિનાની શરૂઆતમાં સરકારી ખર્ચે બેડમિન્ટન ટૂર્નામેન્ટમાં ભાગ લેવા લંડન ગયા હતા. કોર્ટે કહ્યું કે આવી ખોટી માહિતીથી ન્યાયિક સંસ્થાઓની બદનામી થાય છે.

App Store

શુક્રવારે જસ્ટિસ તેજસ કરિયાની વેકેશન બેન્ચે જણાવ્યું હતું કે આ પોસ્ટ્સ જોતાં જ ખોટી અને દૂષિત ઈરાદાવાળી (દુર્ભાવનાપૂર્ણ) લાગે છે. આ પોસ્ટ્સ ચોક્કસપણે ન્યાયતંત્ર, કારોબારી અને બેડમિન્ટન રમતનું અપમાન કરનારી હતી. કોર્ટે કહ્યું, “આવા કન્ટેન્ટના સતત ફેલાવાને કારણે આ સંસ્થાઓની પ્રતિષ્ઠા પર સીધી અસર પડે છે અને જો તેને તાત્કાલિક રોકવામાં નહીં આવે, તો ન્યાય પ્રણાલીમાં જનતાનો વિશ્વાસ ઓછો થઈ શકે છે.”

શું આરોપ લગાવવામાં આવ્યો હતો?

કોર્ટ બેડમિન્ટન એસોસિએશન ઓફ ઇન્ડિયા (BAI) ની અરજી પર સુનાવણી કરી રહી હતી. આ અરજીમાં સોશિયલ મીડિયા કન્ટેન્ટ હટાવવાની માંગ કરવામાં આવી હતી. તેમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે વરિષ્ઠ જજો અને મંત્રીઓનું એક મોટું ભારતીય પ્રતિનિધિમંડળ યુનાઇટેડ કિંગડમ (બ્રિટન)માં બેડમિન્ટન કાર્યક્રમમાં સામેલ થયું હતું.

જોકે, કેન્દ્ર સરકાર વતી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ દલીલ કરી હતી કે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી પોસ્ટ્સ "તદ્દન ખોટી અને ભ્રામક" હતી. આ પ્રવાસ અંગે એક "મનઘડંત વાર્તા" બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ જસ્ટિસ કરિયાએ શરૂઆતમાં જ સ્પષ્ટ કર્યું કે કેન્દ્ર સરકાર પાસે આવી માહિતી ફેલાવનારા સોશિયલ મીડિયા મધ્યસ્થીઓ સામે પગલાં લેવાની સત્તા છે.

‘પોસ્ટમાં રહેલી તસવીરો તદ્દન ખોટી છે’

કોર્ટે જણાવ્યું હતું કે આ પોસ્ટ્સ મુખ્ય ન્યાયાધીશ, સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના ન્યાયાધીશો તેમજ કેન્દ્રીય મંત્રીઓના સન્માનને ઠેસ પહોંચાડવા માટે સુનિયોજિત રીતે ચલાવવામાં આવેલું જૂઠા સમાચારોનું એક અભિયાન હતું. આ પોસ્ટ્સ કોઈ સામાન્ય ટીકા કે સમાચાર નથી, પરંતુ સંપૂર્ણપણે જૂઠાણા પર આધારિત છે. આમાં ખોટી તસવીરો વાયરલ કરવામાં આવી હતી અને તે લોકોને પણ ટૂર્નામેન્ટમાં સામેલ હોવાનું દર્શાવવામાં આવ્યું હતું, જેઓ કોર્ટમાં રજૂ કરાયેલા પુરાવા મુજબ ત્યાં ગયા જ નહોતા.