Video: બનાસકાંઠામાં ભારે વરસાદનો કહેર, અનેક ફીડરોમાં વીજ પુરવઠો ખોરવાતાં 36 કલાકથી અંધારપટની સ્થિતિ
બનાસકાંઠા જિલ્લાના પશ્ચિમી ભાગોમાં છેલ્લા 36 કલાકથી ભારે પવન સાથે અવિરત વરસાદ વરસી રહ્
બનાસકાંઠા જિલ્લાના પશ્ચિમી ભાગોમાં છેલ્લા 36 કલાકથી ભારે પવન સાથે અવિરત વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે દિયોદર, ભાભર, સુઈગામ, થરાદ, વાવ અને લાખણી પંથકમાં જનજીવન પ્રભાવિત થયું છે. હવામાન વિભાગની આગાહી મુજબ, મુશળધાર વરસાદ વરસતા નીચાંણ વાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. છેલ્લા 24 કલાકમાં સુઈગામમાં 17 ઇંચ, ભાભરમાં 13 ઇંચ, દિયોદરમાં 7 ઇંચ, થરાદમાં 12 ઇંચ અને વાવમાં 13 ઇંચ વરસાદ નોંધાયો છે.
મોડી રાત્રે ભારે પવન સાથે વરસાદ વરસતા અનેક જગ્યાએ વૃક્ષ ધરસાઈ થયા હોવાની પણ માહિતી મળી રહી છે ભારે પવન સાથે થઈ રહેલા અવિરત વરસાદને લઈ ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે બાજરી દિવેલા કપાસ મગફળી જુવાર જેવા અનેક પાકો માં પાણી ફરી વળતા ખેતી પાકોમાં પણ નુકસાનની શકયતા છે. અનેક ફીડરો માં છેલ્લા 36 કલાકથી વીજ પુરવઠો ના હોવાના કારણે અનેક વિસ્તારમાં અંધારપટની સ્થિતિ જોવા મળી રહી છે.




