VIDEO: છોટાઉદેપુર જિલ્લા પંચાયતની નસવાડી અને વઘાચને સામન્ય બેઠકો કરવામાં આવી
છોટાઉદેપુર જિલ્લા પંચાયતની નસવાડી અને વઘાચને સામન્ય બેઠકો કરવામ


છોટાઉદેપુર જિલ્લા પંચાયતની નસવાડી અને વઘાચને સામન્ય બેઠકો કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આ બેઠકો પર ચૂંટણી લડવા થનગનતા ઉમેદવારોના અરમાન રોળાયા છે. નસવાડી બક્ષીપંચની બેઠક ફાળવવામાં આવી હતી તેને બદલીને સામન્ય બેઠક કરવામાં આવી છે. વઘાચ બેઠક અનુસૂચિત આદિજાતિ માટેની ફાળવી હતી, તેને સામન્ય કરવામાં આવી જ્યારે એક મહિનામાં બે અલગ અલગ પરિપત્રો આવતા લોકો ગૂંચવાયા છે.
રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જે પરિપત્ર સીટની બહાર પાડવામાં આવ્યો
નસવાડી ટાઉનની જિલ્લા પંચાયત બેઠક માટે અગાઉ રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જે પરિપત્ર સીટની બહાર પાડવામાં આવ્યો હતો તેમાં નસવાડી ની જિલ્લા પંચાયત બેઠક બક્ષીપંચ ની રાખવામાં આવી હતી, પરંતુ થોડા જ દિવસો માં બીજો પરિપત્ર તારીખ 3/3/2026 ના રોજ બહાર પાડવામાં આવ્યો જેમાં નસવાડી ટાઉનની બેઠક સામાન્ય મહિલા કરી દેવામાં આવી જ્યારે નસવાડી તાલુકાના વઘાચ જિલ્લા પંચાયત બેઠક અગાઉ અનુસૂચિત આદિજાતિ બેઠક ફાળવવામાં આવી હતી પરંતુ નવા પરિપત્ર માં હાલ સામાન્ય બેઠક કરવામાં આવતા ગુજરાત ચૂંટણી પંચ ના બે બે પરિપત્રો ને લઈને લોકો માં અચરચ ફેલાયો છે.
અનેક ઉમેદવારો ગામડે ગામડે પ્રચારમાં લાગી ગયા
અધિકારીઓ અગાઉ પરિપત્ર કર્યો હતો જેને લઈને ચૂંટણી લડવા માટે અનેક ઉમેદવારો ગામડે ગામડે પ્રચારમાં લાગી ગયા હતા પરંતુ સીટ બદલાતા ચૂંટણી લડવા થનગનતા ઉમેદવારો ના અરમાન રોળાયા છે વઘાચ સીટ ઉપર વર્ષો પછી અનુસૂચિત આદિજાતિ ની બેઠક ની જગ્યાએ સામન્ય સીટ આવી છે જ્યારે 80 ટકા થી વધારે આદિવાસી વસ્તી વઘાચ સીટ ઉપર આવેલી છે અને આવી રીતના સામન્ય સીટ કરી દેવાતા લોકો માં રોષ ભભૂકી ઊઠ્યો છે




