મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ગરબા ક્લાસિસ એસોસિયેશન પ્રમુખે પાટીદાર સમાજની માફી માંગી, હું ગરબા ક્લાસ કરુ છું બંધ

ગુજરાતમાં મોરબીમાંથી મોટા અહેવાલ સામે આવ્યા છે. મળતા અહેવાલ મોરબીમાં ખાનગી ગરબા ક

ગુજરાતમાં મોરબીમાંથી મોટા અહેવાલ સામે આવ્યા છે. મળતા અહેવાલ મોરબીમાં ખાનગી ગરબા ક્લાસિસને લઈને ચાલતો વિવાદ હવે નવા વળાંક પર આવ્યો છે. મોરબી દાંડિયા ક્લાસિસ એસોસિયેશનના પ્રમુખ સંજય વ્યાસે પાટીદાર સમાજ અને ખેડૂતોની લાગણીઓને ધ્યાને રાખીને માફી માંગી છે અને સ્વેચ્છાએ ગરબા ક્લાસિસ બંધ કરવાની જાહેરાત કરી છે.

સંજય વ્યાસે પાટીદાર સમાજ અને ખેડૂતોની લાગણીઓને ધ્યાને રાખીને માફી માંગી 

મોરબીમાં છેલ્લા 8 દિવસથી ખાનગી ગરબા ક્લાસિસની આડમાં થતી અસામાજિક પ્રવૃત્તિઓ અને આવારા તત્ત્વોના આક્ષેપોને લઈને પાટીદાર સમાજે આક્રોશ વ્યક્ત કર્યો હતો. પાટીદાર અગ્રણી મનોજ પનારાની આગેવાની હેઠળ યોજાયેલી 'જન ક્રાંતિ સભા' બાદ આ મુદ્દો રાજ્યભરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો.

આ સમાચાર શેર કરો