VIDEO : તાપી જિલ્લા પંચાયતની વિવિધ સમિતિઓની કરાઈ રચના
તાપી જિલ્લા પંચાયત ખાતે શાસક પક્ષ દ્વારા અલગ-અલગ મહત્વની સમિતિઓની સત્તાવાર રચના કરવામાં આવી

તાપી જિલ્લા પંચાયત ખાતે શાસક પક્ષ દ્વારા અલગ-અલગ મહત્વની સમિતિઓની સત્તાવાર રચના કરવામાં આવી છે. જેમાં સૌથી મહત્વની ગણાતી કારોબારી સમિતિના અધ્યક્ષ તરીકે પ્રવીણ વસાવાની સર્વાનુમતે નિયુક્તિ કરવામાં આવી છે. જિલ્લા ભાજપ સંગઠન દ્વારા પંચાયતની કુલ ૮ જેટલી વિવિધ સમિતિઓના અધ્યક્ષોના નામોની જાહેરાત કરવામાં આવી છે અને આ સમિતિઓમાં અલગ-અલગ બેઠક પરથી ચૂંટાઈને આવેલા સભ્યોને સ્થાન આપી જવાબદારી સોંપવામાં આવી છે. આ નવી સમિતિઓની રચના થતાં જ જિલ્લામાં વિકાસલક્ષી કાર્યોને વધુ ગતિ મળશે તેવી આશા સેવાઈ રહી છે. નવા વરાયેલા તમામ પદાધિકારીઓને સમર્થકો અને કાર્યકરો દ્વારા ફૂલહાર પહેરાવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.


