મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO : તાપીમાં વરસાદી ઝાપટાથી ગરમીમાં મળી રાહત

તાપી જિલ્લાના ડોલવણ અને વાલોડ તાલુકાના વિવિધ વિસ્તારોમાં આજે વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. બપોર બાદ આકા

તાપી જિલ્લાના ડોલવણ અને વાલોડ તાલુકાના વિવિધ વિસ્તારોમાં આજે વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. બપોર બાદ આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાઈ ગયા હતા, ત્યારબાદ ડોલવણ અને વાલોડના કેટલાક ગામોમાં વરસાદી ઝાપટા પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. ખાસ કરીને ડોલવણના ઘાણી ગામે વરસાદી ઝાપટા પડતા ધરતીપુત્રોમાં આનંદની લાગણી જોવા મળી હતી. લાંબા સમયથી ચાલી રહેલા અસહ્ય ઉકળાટ અને બફારામાંથી લોકોને આ રાહત મળતા રાહતનો શ્વાસ લીધો છે, જોકે હજુ પણ ખેડૂતો સાર્વત્રિક અને મેઘમહેરની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

આ સમાચાર શેર કરો