VIDEO: તાપીના વ્યારા તાલુકા પંચાયતમાં પ્રમુખ-ઉપપ્રમુખની વરણીને લઈને ભારે રાજકીય ગરમાવો
તાપી જિલ્લાના વ્યારા તાલુકા પંચાયતમાં આજે પ્રમુખ અને

તાપી જિલ્લાના વ્યારા તાલુકા પંચાયતમાં આજે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણીને લઈને ભારે રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો. કોંગ્રેસના ચૂંટાયેલા સભ્યો જ્યારે તાલુકા પંચાયત કચેરીએ પહોંચી રહ્યા હતા, ત્યારે સુરત જિલ્લાના પલસાણા હાઈવે નજીક પોલીસે તેમના કાફલાને રોકી દીધો હતો. પોલીસ તમામ સભ્યોને અટકાયતમાં લઈને પલસાણાની ગંગાધરા આઉટ પોસ્ટ પોલીસ ચોકી ખાતે લઈ ગયી હતા.. મહત્વનું છે કે વ્યારા તાલુકા પંચાયતની કુલ 20 બેઠકોમાંથી 13 બેઠકો કોંગ્રેસ પાસે અને 7 બેઠકો ભાજપ પાસે છે. ત્યારે લોકશાહી ઢબે યોજાનારી આ પ્રક્રિયામાં પોલીસ રાજકીય હાથો બની હોવાના આક્ષેપ સાથે કાર્યકરો અને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

