VIDEO: સુરતમાં પ્રથમ વરસાદે જ ખોલી પાલિકાની પોલ: રસ્તાઓ બન્યા બેટ, વાહનચાલકો અટવાયા
સુરત શહેરમાં મેઘરાજાની ધોધમાર એન્ટ્રી સાથે લાંબા ઉકળાટ બાદ ઠંડક


સુરત શહેરમાં મેઘરાજાની ધોધમાર એન્ટ્રી સાથે લાંબા ઉકળાટ બાદ ઠંડક પ્રસરી છે, પરંતુ પ્રથમ વરસાદે જ સુરત મહાનગરપાલિકાની પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ખોલી નાખી છે. શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં ગણતરીના કલાકોમાં જ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ઉધના-નવસારી રોડ પર ઘૂંટણસમા પાણી ભરાતા રસ્તાઓ નદી જેવા બની ગયા છે અને ગંભીર ટ્રાફિક જામ સર્જાયો છે. અનેક વાહનો પાણીમાં બંધ પડી જતા નોકરિયાત વર્ગ ભારે હાલાકીનો સામનો કરી રહ્યો છે. દર વર્ષે લાખો રૂપિયાનો ખર્ચ છતાં સ્થિતિ યથાવત રહેતા સ્થાનિકોમાં તંત્ર સામે રોષ ફાટી નીકળ્યો છે. પાલિકાના દાવાઓ પ્રથમ વરસાદમાં જ પોકળ સાબિત થયા છે. હાલ તંત્ર દોડતું થયું છે.




