મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: અમદાવાદના શેલાના સ્કાય લાઈન ફ્લેટના સી બ્લોકમાં આગ કાબૂમાં, સદનસીબે જાનહાની ટળી

અમદાવાદના શેલા વિસ્તારમાં આગની ઘટના સામે આવી છે. શેલામાં આવેલા'

અમદાવાદના શેલા વિસ્તારમાં આગની ઘટના સામે આવી છે. શેલામાં આવેલા'સિટી રિવેરા ઈલાઇટ' માં આગ લાગવાની ઘટના સામે આવી છે. મળતા અહેવાલ પ્રમાણે બિલ્ડીંગના ત્રીજા માળ પર આ આગ લાગી છે. ત્રીજા માળ પર આગમાં 6 મકાનો ઝપેટમાં આવી ગયા હતા દુર્ઘટનાની જાણ થતાં જ પોલીસ અને ફાયર વિભાગ અને 108નો કાફલો ઘટનાસ્થળ પર પહોંચી ગયો હતો. તો બીજી તરફ  કેટલાક લોકો ફસાયા હતા તેમને ફાયરના જવાનોએ રેસ્ક્યું કર્યું હતું.  

આ દુર્ઘટનામાં સદનસીબે જાનહાની ટળી

ઉલ્લેખનીય છે કે આ દુર્ઘટનામાં સદનસીબે જાનહાની ટળી છે. મળતા અહેવાલ પ્રમાણે ફાયર વિભાગને 7.58ને આગવા બનાવનો કોલ આવ્યો હતો. ફાયરની કુલ 16 ગાડીઓએ આગ પર કાબૂ મેળવ્યો હતો. શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું સામે આવ્યું હતું. 

15મા માળ સુધી પહોંચ્યા ધુમાડાના ગોટા

મળતી માહિતી અનુસાર, બિલ્ડિંગના સી-બ્લોકમાં ત્રીજા માળે આવેલા એક ફ્લેટમાં આગ લાગી હતી. આગ એટલી પ્રચંડ હતી કે તેના ધુમાડાના ગોટા છેક 15મા માળ સુધી પ્રસરી ગયા હતા. બિલ્ડિંગના રહેવાસીઓ ગાઢ નિદ્રામાં હતા ત્યારે અચાનક ધુમાડા અને બૂમાબૂમ સાંભળીને જીવ બચાવવા નીચે દોડી આવ્યા હતા. હાઈરાઈઝ બિલ્ડિંગ હોવાને કારણે રહીશોમાં ભારે ભયનો માહોલ સર્જાયો હતો.

આ સમાચાર શેર કરો