VIDEO:વડોદરામાં ફરાસખાનાના ગોડાઉનમાં આગ લાગતા લાખોનું નુકસાન
વડોદરા જિલ્લાના કોટાલી ગામમાં આવેલા ફરાસખાનાના ગોડાઉનમાં ભીષણ આગ લાગતાં ભાર

વડોદરા જિલ્લાના કોટાલી ગામમાં આવેલા ફરાસખાનાના ગોડાઉનમાં ભીષણ આગ લાગતાં ભારે દોડધામ મચી ગઈ હતી. આગ એટલી વિકરાળ હતી કે પાંચ ફાયર સ્ટેશનની ટીમોને સ્થળ પર દોડી જવું પડ્યું હતું. ફાયર બ્રિગેડના જવાનોએ સતત ત્રણ કલાક સુધી જહેમત ઉઠાવી અને અંદાજે દોઢ લાખ લિટર પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. આગ લાગતાની સાથે જ ગામમાં ભયનો માહોલ સર્જાયો હતો. ઘટનામાં ગોડાઉનમાં રહેલો મોટાભાગનો સામાન બળીને ખાખ થઈ ગયો છે. આશરે 6 હજાર સ્ક્વેર ફીટ વિસ્તારમાં ફેલાયેલા વિશાળ ગોડાઉનને ભારે નુકસાન પહોંચ્યું હોવાનું જાણવા મળ્યું છે.




