VIDEO : રૂ ભરેલી ટ્રકમાં આગ નહીં, કરોડોનું કાવતરું!
આણંદના તારાપુર પાસે પાંચ મહિના અગાઉ રૂ ભરેલી ટ્રકમાં લાગેલી આગ કોઈ અકસ્માત નહીં, પરંતુ

આણંદના તારાપુર પાસે પાંચ મહિના અગાઉ રૂ ભરેલી ટ્રકમાં લાગેલી આગ કોઈ અકસ્માત નહીં, પરંતુ કરોડોનો માલ સગેવગે કરવાનું મોટું કાવતરું હોવાનું સામે આવ્યું છે. મધ્યપ્રદેશના વેપારીની રૂની ૧૫૦ ગાંસડીઓ ચોરી, પુરાવા નાશ કરવા ટ્રક સળગાવી દેવાઈ હતી. આ મામલે રૂ. ૪૦.૪૫ લાખની છેતરપિંડી આચરનાર ટ્રક ડ્રાઈવર સહિત ૬ શખ્સો સામે તારાપુર પોલીસ મથકે ગુનો દાખલ થયો છે. પોલીસે આરોપીઓને પકડવા તજવીજ હાથ ધરી છે.




