VIDEO: આણંદના ખાણીપીણીના એકમોમાં સ્વચ્છતાનો અભાવ, આરોગ્ય વિભાગે ફટકાર્યો દંડ
કરમસદ-આણંદ મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે. શહેરમાં હોટલ, રેસ્ટોરન્ટ અને

કરમસદ-આણંદ મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે. શહેરમાં હોટલ, રેસ્ટોરન્ટ અને ખાણીપીણીના એકમોમાં કરવામાં આવેલી આકસ્મિક તપાસ દરમિયાન સ્વચ્છતાના અભાવનો પર્દાફાશ થયો હતો. લેન્ડસ્કેપ રેસ્ટોરન્ટ પાસેથી 22 હજાર, સર્વોદય આઈસ્ક્રીમ પાસેથી 20 હજાર અને મસ્તી લસ્સી સેન્ટર પાસેથી એક હજારનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે. આમ કુલ 43 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે.
આરોગ્ય વિભાગે ખાણીપીણીના એકમોને હાઈજીન જાળવવાની કડક તાકીદ કરી છે. ગ્રાહકોના આરોગ્ય સાથે ચેડાં કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી ચેતવણી અપાઈ છે. કાર્યવાહીના પગલે વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.




