VIDEO: રાજકોટના જીલ્લા પંચાયત વિસ્તારમાં આવેલી યસ બેન્કમાં આગ લાગતા મચી હતી અફડા તફરી, સદનસનીબે જાનહાની ટળી
રાજ્યમાં વધુ એક વખત આગ લાગવાની ઘટના બની હતી, રાજકોટમાં જીલ્લા પંચાયત ચોકમાં આવેલી યશ બેન
રાજ્યમાં વધુ એક વખત આગ લાગવાની ઘટના બની હતી, રાજકોટમાં જીલ્લા પંચાયત ચોકમાં આવેલી યશ બેન્કમાં ગત રાત્રે આગ લાગી હતી. આગ ધીમે ધીમે સમગ્ર બેન્કમાં ફેલાઈ ગઈ હતી. મળતા અહેવાલ પ્રમાણે સમગ્ર ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવી હતી.
ફાયર અને પોલીસનો કાફલો ઘટના સ્થળ પર દોડી ગયો
ફાયર અને પોલીસનો કાફલો ઘટના સ્થળ પર દોડી ગયો હતો. જોકે સમગ્ર ઘટનામાં સદનસીબે જાનહાની ટળી હતી, ભારે જહેમત બાદ ફાયરના જવાનોએ આગને કાબૂમાં લીધી હતી. જોકે આગ કયા કારણોસર બેન્કમાં લાગી હતી તેનું કારણ અકબંધ છે.




